વેબ ગુર્જરી ઉપર મારી કોમેન્ટ જોવા આના પર કલીક કરો. V K Vora
શીક્ષણના અધીકાર અધીનીયમ પછી મફત અને ફરજીયાત શીક્ષણમાં નેટ, વેબ અને બ્લોગ ઉપર પ્રગત્તી દેખાઈ આવે છે. કેન્દ્ર સાથે રાજ્ય, જીલ્લા, તાલુકા કે બ્લોક અને ઠેઠ ગામડાંની પ્રાથમીક શાળાઓ જોડાઈ ગઈ છે.
પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના બ્લોગ ઉપર સમાચાર છે કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન મૈસુરીથી ૧૮ આઈએએસ ઓફીસરોએ પોતાની તાલીમના ભાગરુપે રાણાવાવ અને વીરપુરની પ્રાથમીક શાળાની મુલાકાત લીધેલ છે.
આવા તાલુકા લેવલના બ્લોગના કોઓર્ડીનેટર વેબ ગુર્જરી સાથે જોડાઈ પોતાનું યોગદાન,પોસ્ટ કે કોમેન્ટ દ્વારા હાજરી પુરાવે એ માટે કોશીષ કરવી જોઈએ. બધા તાલુકાના બ્લોગ હજી કામ કરતા નથી જેમકે કચ્છના અબડાસા, માંડવી, ભુજ તાલુકાના બ્લોગ બની ગયા છે પણ માહીતી બહુજ ઓછી છે અથવા કાંઇજ માહીતી નથી.
કચ્છની પ્રાથમિક શાળાના અમુક બ્લોગની માહીતી ઉપરથી ખબર પડે છે કે ગામડાંની પ્રાથમીક શાળાના શીક્ષકો શાળામાં જોડાઈ ગયા પછી અભ્યાસ ચાલુ રાખતાં બીએ, એમએ, બી.ઍડ અને પીએચડી સુધી અભ્યાસ કરેલ છે.
રાણાવાવ તાલુકાના બીઆરસીનો બ્લોગ જોવા આના પર કલીક કરો.
નવાનદીસર ગામની પ્રાથમીક શાળાનો બ્લોગ જોવા આના પર કલીક કરો.
લખપત તાલુકાના બીઆરસીનો બ્લોગ જોવા આના ઉપર કલીક કરો
માંડવી તાલુકાના તાલુકાના બીઆરસીનો બ્લોગ જોવા આના ઉપર કલીક કરો
No comments:
Post a Comment
કોમેન્ટ મુકવા બદલ આભાર !!!